GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

પ્રથમ વહીવટી સુધારણા આયોગ દ્વારા અનુચ્છેદ 356, 357 અને 365 સંપૂર્ણ રીતે રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
સરકારીયા આયોગે ભલામણ કરી કે કેન્દ્ર પાસે રાજ્યોની સંમતિ લીધા વિના પણ સશસ્ત્ર દળો તૈનાત કરવાની સત્તા હોવી જોઈએ.
સરકારીયા આયેગે ભલામણ કરી હતી કે રાજ્યોને અવશેષ સત્તાઓ ફાળવવામાં આવે.
રાજમન્નાર સમિતિએ ભલામણ કરી હતી કે કેન્દ્રનું અધિકાર ક્ષેત્ર સંરક્ષણ, વિદેશ બાબતો, સંદેશાવ્યવહાર અને ચલણ (Currency) પૂરતું મર્યાદિત હોવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અર્ધન્યાયિક સંસ્થાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. અર્ધન્યાયિક સંસ્થાઓ ન્યાયાલય જેવી જ સત્તાઓ અને કાર્યવાહીઓ ભોગવે છે.
2. સામાન્ય રીતે ટ્રીબ્યુનલો આવી વિશેષતાઓ ધરાવે છે.
3. કેન્દ્રીય માહિતી આયોગ એ અર્ધન્યાયિક સંસ્થા છે.
4. તેમની સત્તાઓ ખૂબ જ વિશિષ્ટ ક્ષેત્રો પૂરતી સીમીત હોય છે.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે.
તારણો :
I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે.
II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી.

જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રીટ (Writs) જારી કરવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં
જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં
આપેલ પૈકી એક પણ નહીં
ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્રની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP