GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સેનામાં કર્નલ અથવા તેની ઊંચો હોદ્દો તેમજ નૌસેના અને વાયુ સેનામાં તેને સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ OBC આરક્ષણનો લાભ મેળવી શકે નહીં. 2. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે. 3. વ્યક્તિઓ કે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધીની હોય, તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ચાલુકય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો. II. મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુકય રાજવંશના સ્થાપક હતાં. III. ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું. II. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં. III. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.