GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
આબકારી જકાત (Excise duty) - તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે.
આપેલ બંને
મૂલ્ય વર્ધિત કર (VAT) - આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધીત કહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે.
2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.
3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.
4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
શરૂઆતમાં પૃથ્વીના આંતરિક ભાગનું તાપમાન દર ___ ની ઊંડાઈ એ 1° C વધે છે.

32 મીટર
132 મીટર
165 મીટર
65 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે.
2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે.
3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે.
4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નેશનલ ઈલેક્ટ્રીક મોબીલીટી મિશન પ્લાન 2020 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ યોજનાનો હેતુ હાઈબ્રીડ / ઈલેક્ટ્રીક વાહનો વિકસાવવાનો છે.
2. આ યોજના ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. - ટેક્નોલોજીનો વિકાસ, માંગનું સર્જન, પાઈલોટ પ્રોજેક્ટ અને ચાર્જીંગ માટેનું આંતરમાળખું.
3. વર્ષ 2030 સુધીમાં ઈલેક્ટ્રીક કાર નવી કારના વેચાણનો 40% હિસ્સો બનશે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
એજન્ડા 21 વિશે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. એજન્ડા 21 સંયુક્ત રાષ્ટ્રનો ટકાઉ વિકાસ સંબંધિત એક્શન પ્લાન છે.
2. આ એજન્ડા 21 એ રિયો ડી જાનેરો સંયુક્ત રાષ્ટ્રોની પર્યાવરણ અને વિકાસ પરિષદમાંથી ઉદ્ભવ્યો છે.
3. અહીં સંખ્યા 21 એ આ પરિષદમાં ભાગ લીધેલા દેશોની સંખ્યાના સંદર્ભમાં છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP