GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for IndustrialWorkers) (CPI-IW) માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે. 2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. 3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે. IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે. 2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે. ૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે. 4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.