GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગ્રહો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

શુક્ર પૃથ્વીથી બીજા ક્રમનો સૌથી નજીકનો ગ્રહ છે.
શનિ વલયોવાળા ગ્રહ તરીકે પ્રખ્યાત છે કારણ કે તે તેની આસપાસ સાત વલયો ધરાવે છે.
સૌર મંડળમાં બુધ બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે.
ફોબોસ (Phobos) અને ડિમોસ (Deimos) ગુરૂના બે ઉપગ્રહો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે.
2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે.
3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે.
4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.

માત્ર 1 અને 3
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં ___ વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે.

સીમા શુલ્ક
સુખસુવિધા કર (Luxury Tax)
મૂલ્ય વર્ધિત કર
આબકારી જકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચક્રવાત વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ઉનાળા દરમ્યાન વિકસિત થાય છે, સમશીતોષ્ણ ચક્રવાત શિયાળા દરમ્યાન વિકસિત થાય છે.
ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સમુદ્ર ઉપર વિકસિત થાય છે.
સમશીતોષ્ણ ચક્રવાત સમુદ્ર અને જમીન બંને ઉપર વિકસિત થાય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે.
2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી.
3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ભારતમાં રેપોરેટ એ રિવર્સ રેપોરેટ કરતાં ઓછો છે.
2. ભારતમાં બેન્કરેટ એ રેપોરેટ કરતાં વધુ છે.
3. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપોરેટ કરતાં ઓછો છે.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP