GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સૂર્યાઘાત (insolation) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આશરે 40% જેટલો સૂર્યાઘાત વાતાવરણ સીધો જ શોષી લે છે. 2. જ્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં વધુ પ્રમાણમાં સૂર્યાઘાત મળે છે. 3. સવારે અને સાંજે બપોરની સરખામણીમાં ઓછો સૂર્યાઘાત મળે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત. • પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું. • આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો. • પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું. • ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું. • મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી. વિરામનો દિવસ કયો હતો ?
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) ની અધતન ટેકનોલોજી “એર ઈન્ડીપેન્ડન્ટ પ્રોપલઝન” (AIP) બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. આ ટેકનોલોજી સબમરીનને પાણી નીચે લાંબા સમયગાળા સુધી ડુબાડેલી રાખી શકે છે. 2. આ સીસ્ટમ સબ-સરફેસ પ્લેટફોર્મને ન્યુક્લિયર સબમરીન કરતાં વધુ શાંત બનાવી ઘાતક પણ બનાવે છે. 3. ભારતીય નૌકાદળ આ ટેકનોલોજી તેનાં યુધ્ધ જહાજો (frigates) ઉપર ગોઠવવા માટે આયોજન કરી રહ્યું છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાષ્ટ્રીય કટોકટી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. કટોકટીની ઘોષણા તેની તારીખથી એક મહીનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી જોઈએ. 2. ”કટોકટી છ મહીના માટે ચાલુ રહે છે અને સંસદની મંજૂરી સાથે દર એક વર્ષ માટે અનિશ્ચિત મુદત માટે લંબાવી શકાય છે. 3. કટોકટીની ઘોષણને અથવા તેના ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈપણ ગૃહ દ્વારા સાદી બહુમતથી પસાર થયેલો હોવો જોઈએ.