GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રક્ત કણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. લાલ રક્ત કણોનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે. 2. શ્વેત રક્ત કણોનું આયુષ્ય આશરે 12-20 દિવસનું હોય છે. 3. લાલ રક્ત કણો રોગકારક સૂક્ષ્મજીવાણુંઓ સામે લડવા માટે એન્ટીબોડીઝના ઉત્પાદનમાં મદદ કરે છે. 4. શ્વેત રક્ત કણો શ્વસન વાયુઓને માનવશરીરના જુદા જુદા ભાગો સુધી પરિવહન કરવામાં મદદ કરે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત. • પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું. • આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો. • પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું. • ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું. • મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી. આંધ્રપ્રદેશે ક્યા વારે પ્રદર્શન રજૂ કર્યું ?
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મીઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી. 2. મણીપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જીલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે. 3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જીલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે. 4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.