GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તેને ડીસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (Distributed Ledger Technology) પણ કહે છે. 2. બ્લોકચેન ટેકનોલોજીને સમજવા માટે ગુગલ ડોક્યુમેન્ટ એક સરળ સમરૂપતા (analogy) છે. 3. આ ટેકનોલોજીમાં દરેક ચેન બહુવિધ બ્લોક્સનું બનેલું હોય છે અને દરેક બ્લોક પાયાના ત્રણ તત્ત્વો ધરાવે છે. 4. 32-બીટ (bit) નો સંપૂર્ણ આંક નોન્સ (Nonce) કહેવાય છે કે જે બ્લોકચેન ટેકનોલોજીમાં પાયાનું તત્ત્વ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયાં વિટામીન B-12ની ઉણપના લક્ષણો છે ? 1. ન્યુરોલોજીકલ લક્ષણો સંવેદનાત્મક અથવા મોટરની (motor) ઉણપનો સમાવેશ કરે છે. 2. હતાશા અને ચિત્તભ્રમ (dementia) મિથીઓનાઈનના ઓછા ઉત્પાદનને લીધે થતી ઉણપ છે. 3. જઠરાંત્રિય (Gastrointestinal) લક્ષણો કબજિયાત અને હળવા ઝાડા જેવા આંતરડાની ગતિમાં (bowel motility) ફેરફારોનો સમાવેશ કરે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કમ્પ્યુટરમાં “કુકીઝ” (Cookies) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. HTTP કુકીઝ વેબ ડેવલપરોને વધુ વ્યક્તિગત અને સુગમ વેબસાઈટ મુલાકાત આપવામાં મદદ કરે છે. 2. કુકીઝ અંગત માહિતીનો દટાયેલો ખજાનો પણ હોઈ શકે પરંતુ તે ગુનેગારોને તેની જાસુસી કરવા દેતું નથી. 3. તમે જ્યારે નવી વેબસાઈટની મુલાકાત લો ત્યારે તમને ઓળખી શકાય તે માટે કુકીઝ બનાવવામાં આવે છે.