GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
કેન્દ્રીય માહિતી આયોગ (CIC)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મુખ્ય માહિતી આયુક્ત પોતાનો કાર્યભાર 5 વર્ષની મુદત માટે સંભાળશે અને તેઓ પુનઃનિયુક્તિ માટે પાત્ર રહેશે. 2. મુખ્ય માહિતી આયુક્તના પગાર અને ભથ્થાઓ અને સેવાઓની શરતો મુખ્ય ચૂંટણી આયુક્તના જેવી જ રહેશે. 3. કેન્દ્રીય માહિતી આયોગ મુખ્ય માહિતી આયુક્ત અને એવા 15 થી વધુ નહીં એટલા જરૂરીયાત મુજબના આયુક્તો ધરાવશે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મૃદ્ભાણ્ડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ. 2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે. 3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે ? 1. મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. 2. ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે. 3. 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નાસાએ (NASA) DART તરીકે ઓળખાતી બ્રહ્માંડીય અસરો સામે ગ્રહીય સંરક્ષણ રચના (Planetary defense mechanism) તરીકે કાર્ય કરવા માટે તેના પ્રથમ મિશનનું નિર્માણ કર્યું છે. DART એટલે શું ?