GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારત સરકાર અધિનિયમ 1919 એ નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલિન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદ (Council of State)ની રચનાની જોગવાઈ કરી. 2. આ રાજ્ય પરિષદ વાસ્તવમાં 1935 માં અસ્તિત્વમાં આવી. ૩. તે વખતે ગવર્નર-જનરલ તત્કાલિન રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ (Ex-officio) અધ્યક્ષ હતા.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમો જારી કરી શકે છે. 2. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહીના બાદ નિષ્ક્રિય થઈ જાય છે. 3. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન કોઈપણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં ‘‘સૂત્ર-પિટક’’ નામના સંગ્રહમાં ગ્રન્થસ્થ કરવામાં આવ્યાં છે. 2. તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદોના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે. 3. મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્ય કરવામાં આવ્યાં છે.