કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતમાં ‘જ્હોન્સન & જ્હોન્સન’ કોરોના રસીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ રસી અમેરિકાની ‘જ્હોન્સન & જ્હોન્સન’ કંપનીની પેટા કંપની જેન્સન દ્વારા વિકસાવવામાં આવી છે. 2. આ રસીને જેન્સન કોવિડ– 19 રસી' (Janssen COVID-19 Vaccine) તરીકે પણ ઓળખવામાં આવે છે. 3. આ રસી હ્યુમન એડેનો વાયરસના આધારે વિકસિત વાયરલ વેકટર રસી છે. 4. આ રસી માત્ર એક જ ડોઝમાં આપવામાં આવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ‘વૃધ્ધો માટે જીવન ગુણવત્તા' નામનો એક સૂચકાંક બહાર પાડ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ? 1. આ સૂચકાંક ‘પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ’ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. 2. આ રિપોર્ટ ભારતીય રાજ્યોમાં વૃધ્ધત્વની પ્રાદેશિક પેર્ટનને ઓળખે છે. તેમજ દેશમાં વૃધ્ધત્વની એકંદર સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. 3. આ ઈન્ડેક્સ મુજબ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ અનુક્રમે વૃધ્ધ અને પ્રમાણમાં વૃધ્ધ રાજ્યોમાં ટોચના સ્કોરિંગ પ્રદેશો છે. 4. આ ઈન્ડેક્સમાં સૌથી છેલ્લા ક્રમે મહારાષ્ટ્ર છે.