GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
મહાસભાના નીચેના પૈકી કયા સ્થળે યોજાયેલા અધિવેશનમાં તિલકને વક્તવ્ય આપવાની પરવાનગી ન મળતા અંધાધૂંધી ફેલાઈ અને અધિવેશન અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવું પડ્યું ?

સુરત
કલકત્તા
બનારસ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગાંધી શાંતિ પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ગાંધી શાંતિ પુરસ્કાર 2019 શેખ મુજીબુર રહમાનને એનાયત કરવામાં આવ્યો હતો.
2. ગાંધી શાંતિ પુરસ્કાર 2020 ઓમાનના સૂલતાન કબૂસ બિન સઈદ અલ સઈદને એનાયત કરવામાં આવ્યો હતો.
3. ગાંધી શાંતિ પુરસ્કારના પંચ (Jury) ના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ?
1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી.
2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે.
3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે.
4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગુજરાતમાં મેન્ગ્રવ જંગલો નીચેના પૈકી કયા જોવા મળે છે ?
1. કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે
2. જામનગર
3. જૂનાગઢ

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP