GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી. 3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. 4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના તાજેતરમાં તરતું મુકવામાં આવેલાં INS ધ્રુવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. INS ધ્રુવ પરમાણુ મિસાઈલનું પગેરું લેતું જહાજ (Nuclear Wissile Tracking Vessel) છે કે જે શત્રુ દેશોના પરમાણુ મિસાઈલોનું પગેરું શોધી કાઢે છે. 2. ભારત આ ટેકનોલોજી ધરાવતો વિશ્વનો 5 મો દેશ છે. 3. તેનું નિર્માણ ભારતના ગોવા શીપયાર્ડ લીમીટેડ ખાતે થયું હતું.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ફુગાવાને ઘટાડવા માટે નીચેના પૈકી કયા પગલાઓનો ઉપયોગ કરી શકાય ? 1. રોકડ અનામત ગુણોત્તર (CRR) માં વધારો કરવો. 2. વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR) માં વધારો કરવો. 3. રેપો રેટ (Repo Rate) માં વધારો કરવો. 4. રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate) માં ઘટાડો કરવો.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાબાની અદાલતો બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સીટી સીવિલ કોર્ટના ન્યાયાધીશ, અધિક જીલ્લા ન્યાયાધીશ અને સ્મોલ કોઝ અદાલતોના મુખ્ય ન્યાયાધીશની પણ જીલ્લા ન્યાયાધીશ તરીકે ગણના થાય છે. 2. જીલ્લા ન્યાયાધીશ ફક્ત દીવાની દાવાઓમાં જ મૂળ અને અપીલીય હકૂમત ધરાવે છે. 3. સેશન્સ ન્યાયાધીશ કોઈપણ કેસમાં મહત્તમ સજા તરીકે આજીવન કારાવાસ આપવાની સત્તા ધરાવે છે.