GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે. 2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે. 3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે. 4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ (IUCN) ના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ અનુસાર નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. લુપ્ત – એવી પ્રજાતિઓ કે જેઓના આખરી જીવ પણ મૃત્યુ પામ્યું હોય. 2. જંગલી લુપ્ત (Extinct in the Wild) – એવી પ્રજાતિઓ કે જેઓના જીવ ફક્ત બંધનાવસ્થામાં ટકી રહ્યાં હોય. 3. નિર્બળ (Vulnerable) – છેલ્લા 10 વર્ષોમાં વસ્તીમાં 50% કરતાં વધારે ઘટાડો. 4. ગંભીર રીતે જોખમમાં મૂકાયેલા – 250 પુખ્ત જીવો કરતાં ઓછું વસ્તી કદ
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે. જેમને લાલ અને કાળો રંગ ગમતો હોય પરંતુ નારંગી રંગ ન ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને જેમને માત્ર નારંગી રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?