GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XBRL (એક્સ્ટેન્સિબલ બિઝનેસ રિપોર્ટિંગ લેંગ્વેજ) વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. i. ભારતમાં XBRL ની શરુઆત એ હિસાબી ધોરણોમાં ફેરફારનું કારણ છે. ii. XBRL નો એક મોટો ફાયદો એ છે કે તે નાણાકીય પત્રકોની તુલનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. iii. XBRL વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં હોવા છતાં, XBRL સુસંગત સોફ્ટવેર વિકસિત કરનાર સોફ્ટવેર વિક્રેતાઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે. iv. XBRL નો ઉપયોગ કર અને નાણાકીય સત્તાવાળાઓ, કેન્દ્રીય બેન્કો અને સરકારો સહિતના તમામ પ્રકારનાં નિયમનકારોને ધંધાકીય અહેવાલપ્રેષણ માટે કરી શકાય છે. ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ગિફન વસ્તુઓ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. ગિફન વસ્તુઓની માંગ રેખા ધન ઢાળની હોય છે. II. ગિફન વસ્તુઓ એવી હલકી વસ્તુઓ છે, જે માંગના નિયમનો ભંગ કરે છે. III. ગિફન વસ્તુઓ સટ્ટાકીય વસ્તુઓ છે. IV. બધી હલકી વસ્તુઓ ગિફન વસ્તુઓ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XYZ લિમિટેડ એ સૌંદર્ય પ્રસાધનોની પેદાશોના ઉત્પાદક છે, જે ત્રણ પેદાશો એક સાથે એક જ પેકેટમાં પુરી પાડે છે. આ પેકેટમાં હેર ઓઈલ (GST દર 18 %); પરફ્યુમ (GST દર 28%) અને કાંસકો (GST દર 12%). પ્રત્યેક પેકેટની કિંમત રૂા. 800 (કર સિવાય) છે. કંપની દ્વારા એક માસમાં આવા 500 પેકેટ પુરા પાડવામાં આવ્યા છે. આ અંતર્ગત પુરવઠાનો પ્રકાર અને વસ્તુ અને સેવા કર (GST) ની રકમ શું થશે તે જણાવો ?