GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો.
2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું.
3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી.
4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી.

માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે.
તેમના વિધાનો આ મુજબ છે :
J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે.
K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે.
L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી.
જો આપણે K દ્વારા આપેલું બીજું વિધાન અવગણીએ અને તેણે આપેલું પહેલું વિધાન સાચું માનીએ, તો બાકીની શરતોનું પાલન કરતાં કેટલી ગોઠવણી શક્ય બનશે ?

4
3
આપેલ પૈકી એક પણ નહીં
5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી.
II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં.
III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી.

ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત I અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું ?

અમરસિંહ ગામીત
રાયસીંગભાઈ ચૌધરી
કોટલા મહેતા
ગોવિંદભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ___ કહેવાતાં.

નિર્ગ્રંથ
સુરગ્રંથ
મહાગ્રંથ
આદિગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
શિલ્પ માટેની સામગ્રી તરીકે 'સ્પોટેડ સેન્ડસ્ટોન' કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી ?

અમરાવતી
સારનાથ
ગાંધાર
મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP