નફો અને ખોટ (Profit and Loss)
પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચઢાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચઢાવીને દીપકને વેચે છે. જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલા રૂપિયામાં પડી હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂ. 1300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી ?