GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઈન્દ્રધનુષ 2.0 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ મુખ્ય કાર્યક્રમનું લક્ષ્ય બે વર્ષથી નીચેની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રોગપ્રતિરક્ષા આપવાનું છે. ii. આ રસી, રસીથી અટકાવી શકાય તેવા 8 રોગો જેવા કે ડીપ્થેરીયા (ગળાનો રોગ), ઊંટાટિયુ, ધનુર, પોલિઓમેલિટિસ, ક્ષય રોગ, ઓરી, મેનીન્જાઈટીસ અને હીપેટાઈટીસ-B સામે રક્ષણ આપે છે. iii. IMI ની રસીકરણ ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમ્યાન ચલાવવામાં આવનાર છે જે 20 રાજ્યોમાં આવેલાં 400 જિલ્લાઓને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠામાં વધારામાં પરિણમે છે ? i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીક્યોરીટીઝની ખરીદી. ii. લોકો દ્વારા વાણિજ્યિક બેંકોમાં નાણું જમા કરાવવું. iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું. iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીક્યોરીટીઝનું જાહેર જનતાને વેચાણ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? i. તે લાંબાગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. ii. બીજી યોજનાને મહાલનોબિસ યોજના (Mahalanobis Plan) તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે. iii. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો હતો.