GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપની ધારા 2013, ની પેટાકલમ (1) મુજબ કોઈપણ કંપની પોતાના નફા કે અનામતોને પૂર્ણ ભરપાઈ બોનસ શૅર બહાર પાડવા માટે મૂડીકૃત કરી શકે નહી, સિવાય કે –

નિયત થાપણ કે સલામત દેવાની ચૂકવણી કે જેમાં વ્યાજ કે મુદ્દલ ચૂકવવામાં ચૂક ન થયેલ હોય તો.
બોર્ડની ભલામણોને આધારે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી સત્તા આપેલ હોય.
આર્ટિકલ્સ દ્વારા સત્તા આપેલ હોય.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પડતર હિસાબી પદ્ધતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આવક અને ખર્ચ નોંધવાથી શરૂ થાય છે અને આંકડાકીય માહિતી તૈયાર થતા પૂર્ણ થાય છે.
(II) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આંકડાકીય માહિતી તૈયાર કરવાથી શરૂ થાય છે અને આવક અને ખર્ચ નોંધવાથી પૂર્ણ થાય છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

(I) અને (II) બંને ખોટાં છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં મૂડીમાળખાના પ્રણાલિકાગત અભિગમના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) દેવાની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત હોય છે, પરંતુ ત્યારબાદ વધતા દરે વધે છે.
(II) ઈક્વિટી મૂડીની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત અથવા ધીમે ધીમે વધે છે, પરંતુ ત્યારબાદ તીવ્ર દરે વધે છે.

માત્ર (II) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું ચૂકવણી સમતુલાના અસંતુલનને અંકુશિત કરવા માટે બિન-નાણાંકીય માપદંડ છે ?

આયાતનો હિસ્સો
વિનિમય અંકુશ
અવમૂલ્યન
વિનિમયનો ઘસારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

પ્રો. એમ. એચ. ડીકોક
પ્રો. રાઈટ્સમેન
પ્રો. મિલ્ટન ફિડમેન
પ્રો. ડેલ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ માહિતી ધ્યાનમાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) નફા-જથ્થાનો આલેખ એ વિવિધ સ્તરની પ્રવૃત્તિએ ખર્ચ અને આવકની નફા પરની અસર રજૂ કરે છે.
(II) નફા-જથ્થાના આલેખમાં જે બિંદુએ નફાની રેખા, વેચાણ રેખાને છેદે છે તે સમતૂટબિંદુ છે.
(III) છેદબિંદુથી ઉપરની વેચાણરેખાને ‘સલામતીનો ગાળો' કહે છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
બધા જ સાચાં છે.
માત્ર (III) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP