GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીધારો 2013 ની કલમ ___ મુજબ કંપની ઑડિટરે જણાવવું પડે છે કે એના અભિપ્રાય મુજબ નાણાકીય પત્રકોની રજૂઆત ‘સાચી અને વાજબી' છે જે નાણાંકીય વર્ષના અંતે કંપની બાબતો અને નફા કે નુકસાન પર આધારિત છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો. (I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી. (II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી. (III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં. સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ની સ્થાપના 1946માં થઈ અને 1947 માં કામગીરીની શરૂઆત કરી. નીચેનામાંથી કયા IMF ના કાર્યો છે ? (I) તે ટૂંકાગાળાના ધિરાણ આપતી સંસ્થા તરીકે કાર્ય કરે છે. (II) વિનિમય દરની વ્યવસ્થિત ગોઠવણ કરવા માટે વ્યવસ્થાતંત્ર પૂરું પાડે છે. (III) તે સભ્ય દેશોના ચલણના ભંડાર તરીકે કાર્ય કરે છે કે જેથી ઋણ લેનાર દેશ અન્ય દેશોનું ચલણ ઊછીનું લઈ શકે છે. (IV) સભ્ય દેશોના વિકાસના પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવું.