કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘ટ્રિબ્યુનલ સુધારણા (સેવાની સુવ્યવસ્થિતા શરતો) બિલ, 2021’ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1.આ બિલ અંતર્ગત 9 અપીલ સંસ્થાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને તેમના કાર્યો અન્ય ન્યાયિક સંસ્થાઓને ટ્રાન્સફર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 2. આ બિલ હેઠળ કેન્દ્ર સરકારને ટ્રિબ્યુનલ્સના સભ્યોની લાયકાત, નિમણૂક, કાર્યકાળ, પગાર અને ભથ્થા, રાજીનામુ તથા સેવાની શરતો અંગેના નિયમો બનાવવા માટેની સત્તા આપવામાં આવી છે. 3. આ અધિનિયમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ‘સર્ચ-ક્રમ-સિલેકશન’ની ભલામણ પર ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
મહારાજા રણજીત સિંહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. તેમના રજવાડામાં ગુજરાનવાલા શહેર (વર્તમાન પાકિસ્તાનમાં)નો સમાવેશ થાય છે. 2. તેમણે મિસ્લોનો અંત લાવીને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. 3. તેઓએ 19મી સદીના પહેલાં ભાગમાં ઉત્તર-પશ્ચિમ ભારતીય ઉપખંડ પર શાસન કર્યુ હતું. 4. તેમણે પોતાની સેનાને આધુનિક બનાવવા માટે એક ફ્રેન્ચ સેનાપતિની નિમણૂક કરી હતી. યોગ્ય વિકલ્પ પંસદ કરો.