GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર ___ કહેવાતો.

સૂત્રા
અક્ષપટલ
અમાત્ય સંનિધાતા
તોષલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :
'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી
'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી
'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી
'A & B’ એટલે A એ B કરતા નાનો નથી
'A # B” એટલે A એ B કરતા મોટો નથી
આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.
વિધાનો : Z%N,N#K,K$M,M@R
તારણો : (I) M$N
(II) M%N

જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી.
જો માત્ર તારણ II સાચું છે.
જો માત્ર તારણ I સાચું છે.
જો તારણ । અથવા II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?

અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે.
સમાંતરબાજુ ચતુષ્કોણ એ એક સમલંબ ચતુષ્કોણ પણ છે.
ચોરસ એક સમબાજુ ચતુષ્કોણ પણ છે.
પતંગ એ એક સમાંતરબાજુ ચતુષ્કોણ પણ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1885 – 1920 દરમ્યાન જુની, ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે નીચેના પૈકી કોણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?
i. ડાહ્યાભાઈ ધોળશાજી
ii. અમૃત કેશવ નાયક
iii. બેરીસ્ટર નૃસિંહ વિભાકર

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ યોજનાઓ ભારતમાં નાની બચત યોજનાના વર્ગીકરણ હેઠળ આવે છે ?
i. પોસ્ટલ થાપણો જેમાં બચત ખાતામાં પુનરાવર્તિત (Recurring) થાપણો, વિવિધ પાકતી મુદતની સમય થાપણો અને માસિક આવક યોજનાઓ સમાવિષ્ટ છે.
ii. રાષ્ટ્રીય નાની બચત પ્રમાણપત્રો અને કિસાન વિકાસ પત્રોનો સમાવિષ્ટ કરતા બચતપત્રો.
iii. જાહેર ભવિષ્યનીધિ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો સમાવિષ્ટ કરતી સામાજીક સુરક્ષા યોજનાઓ

ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યાના માપદંડ હેઠળ નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરેલ છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP