GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ ઉષ્ણ કટિબંધીય છે. ii. રાજ્યનો મહત્તમ વિસ્તાર (31%) ઉત્તર ગુજરાત ક્ષેત્રનો શુષ્ક ઝોન છે. iii. દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદી ઝોન સૌથી ઓછો વિસ્તાર છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ (Startup) ગુજરાત પહેલ (initiative) અંતર્ગત આપવામાં આવતી સહાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. નવપ્રવર્તકને (Innovator) એક વર્ષ માટે પ્રતિમાસ રૂા. 10,000/- નિર્વાહ ભથ્થું ii. માર્ગદર્શક સેવાઓ માટે જે તે સંસ્થાને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની સહાય. iii. પહેલ (Innovative) પ્રક્રિયા માટે જરૂરી કાચો માલ/સાધનો અને અન્ય સંલગ્ન ઉપકરણોના ખર્ચ પેટે રૂા. 10 લાખ સુધીની સહાય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) : નીચેની આલ્ફાન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારીત પ્રશ્નોના ઉત્તર આપો. T $ 6 U K 7 % * 4 J O @ 2 3 L P 9 8 A # Y ^ 5 W & ઉપરની શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો (alphabets) છે, કે જેમની તરત ડાબે એક મૂળાક્ષર (alphabet) અને તરત જમણે એક સંખ્યા (number) હોય ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં શ્રીહરિકોટાથી ISRO ના PSLV C47 દ્વારા પ્રક્ષેપણ કરેલા CARTOSAT-3 અને અન્ય 13 ઉપગ્રહોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. CARTOSAT-3 એ ઈસરોનું ત્રીજી પેઢીનું અદ્યતન પૃથ્વી નિરીક્ષણ અને મેપીંગ સેટેલાઈટ છે કે જે ઉચ્ચ રેઝોલ્યુશન ઈમેજીંગ ક્ષમતા ધરાવે છે. ii. CARTOSAT શ્રેણીનો આ 9મો ઉપગ્રહ હતો. iii. CARTOSAT-3, પૃથ્વી નિરીક્ષણ યુનાઈટેડ સ્ટેટ (US) થી અન્ય 13 નેનો ઉપગ્રહો સાથે સૂર્યની સૂમેળ ભ્રમણકક્ષા (Sun Synchronous Orbit (SSO)) માં પ્રક્ષેપણ કરવામાં આવ્યો. iv. CARTOSAT-3 1,625 કિ.ગ્રા વજન ધરાવે છે જેનું મિશન આયુષ્ય 5 વર્ષનું છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈકોનોમીક્સ એન્ડ પીસ (IEP) એ તાજેતરમાં '2019 વૈશ્વિક આતંકવાદ સૂચકાંક : આતંકવાદની અસરોનું માપન' (2019 Global Terrorism Index: Measuring the impact of Terrorism) બહાર પાડેલ છે. આ સૂચકાંક પ્રમાણે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં વર્ષ 2018 માં ભારત સાતમા ક્રમે આવેલ હતું. આ યાદીમાં ટોચના ક્રમે આવનાર દેશ ___ હતો.