GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સરસ્વતી સાધના યોજના 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ યોજના અનુસૂચિત જાતિ વર્ગના તથા 9મા ધોરણમાં અભ્યાસ કરતા માટે છે. ii. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમની નોડલ એજન્સી છે. iii. આ યોજનાનો ધ્યેય માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક કક્ષાએ 14 થી 18 વર્ષની વયજૂથની છોકરીઓની પ્રવેશ નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકાં જોડો. i. ધી ડીપ્રેસ્ડ ક્લાસ મિશન ii. સોશ્યલ સર્વિસસ લીગ iii. ડેક્કન એજ્યુકેશન સોસાયટી iv. સંબાદ કૌમુદી a. રાજા રામમોહન રાય b. બાલગંગાધર તીલક c. નારાયણ મલ્હાર જોશી d. વિઠ્ઠલ રામજી શિંદે
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકા જોડો. કર્તા a. મનુભાઈ પંચોળી b. પન્નાલાલ પટેલ c. ઈશ્વર પેટલીકર d. ચુનીલાલ મડિયા કૃતિ i. ઋણાનુબંધ ii. મીણ માટીના માનવી iii. ઝેર તો પીધાં છે જાણી જાણી iv. વ્યાજનો વારસ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે : 'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી 'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી 'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી 'A & B’ એટલે A એ B કરતા નાનો નથી 'A # B” એટલે A એ B કરતા મોટો નથી આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો. વિધાનો : S$Q,Q@B,B&K,K#W તારણો : (I) W%B (II) S@B