GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પડતરની વિવિધ પધ્ધતિઓ અને તેને ઉપયોગમાં લેવામાં આવતી કંપનીઓ / સંસ્થા છે. આ પરથી સાચું ન હોય તે શોધો.

સેવા પડતર પધ્ધતિ – ગૅસ અને વીજળી
બૅચ પડતર પધ્ધતિ – સામાન્ય એન્જીનીયરીંગ ફેક્ટરીઓ
પ્રક્રિયા પડતર પધ્ધતિ – રાસાયણિક ફેક્ટરીઓ
સંયુક્ત પડતર પધ્ધતિ – પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નુકશાન આગળ ખેંચી ન શકાય, જો નુકશાનનું પત્રક સમયસર જમા કરાવવામાં ન આવ્યું હોય ?

માત્ર મૂડી નુકશાન
માત્ર ઘોડાદોડ થયેલ માલિકી કે જાળવણીની પ્રવૃત્તિનો ખર્ચ
માત્ર ધંધાકીય નુકશાન (સટ્ટાખોરીથી થયેલ કે અન્ય)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો વાંચી નક્કી કરો કે કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) આંતરિક ઑડિટ એ સ્વતંત્ર મૂલ્યાંકન પ્રવૃત્તિ છે.
(II) આંતરિક તપાસ અને આંતરિક ઑડિટ બંને એક જ છે.
(III) આંતરિક ઑડિટરની છેતરપીંડી અટકાવવામાં મોટી ભૂમિકા છે.
(IV) ઑડિટ સમિતિ એ કંપની માટે વૈભવ છે.

માત્ર (I) અને (III)
માત્ર (II) અને (III)
માત્ર (I) અને (II)
માત્ર (III) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ.
(II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી.
(III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે.
(IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.

બધાં જ
(II) અને (IV)
(I) અને (III)
એકપણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
1961માં પ્રકાશિત અગ્રગણ્ય સંશોધન અભ્યાસમાં, ગોર્ડન ડૉનાલ્ડસને કંપનીઓ પોતાનું મૂડીમાળખુ ખરેખર કેવી રીતે સ્થાપિત કરે છે તેનું પરિક્ષણ કર્યું. નીચેના પૈકી કયું / ક્યાં આ અભ્યાસના તારણ / તારણો છે ?
(I) પેઢીઓ પોતાના આંતરિક ઉપાર્જન કે જેમાં રાખી મૂકેલ કમાણી અને ઘસારાબાદ રોકડપ્રવાહ પર આધાર રાખવાનું પસંદ કરે છે.
(II) ભવિષ્યની અપેક્ષિત રોકાણની તકો અને ભવિષ્યનો અપેક્ષિત રોકડપ્રવાહ ડિવિડન્ડ ચૂકવણીના ગુણોત્તરના લક્ષ્યને અસર કરે છે.
(III) પેઢી પોતાના લક્ષ્યાંકિત ચૂકવણી ગુણોત્તર એ સ્તરે નક્કી કરે છે, જ્યાં સામાન્ય સંજોગોમાં મૂડીખર્ચો એ આંતરિક ઉપાર્જન દ્વારા વસૂલ થાય છે.

(I) અને (II)
(II) અને (III)
આપેલ પૈકી એક પણ નહીં
(I), (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP