GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કરપાત્ર આવકની ગણતરી સમયે કયા મથાળામાં કરપાત્ર આવક માટે એસેસી દ્વારા હિસાબી પધ્ધતિ અપનાવવામાં આવેલ છે તે સંબંધિત નથી ?

માત્ર પગાર
માત્ર મૂડી નફો
પગાર, મકાન મિલકતની આવક અને મૂડી નફો
માત્ર મકાન મિલકતની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્વયં ધારણ કરેલ મિલકતમાંથી થયેલ કરપાત્ર આવકના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે, કે જે આકારણી વર્ષ 2020-21 થી લાગુ થવાનું છે ?
(I) જો બે મિલકતો પોતાના રહેણાકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો બંને મિલકતોને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણવામાં આવશે અને તેના પર કોઈપણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.
(II) જો ત્રણ મિલકતો પોતાના રહેણાંકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો તેને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણીને તેના પર કોઈ પણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.

માત્ર (II) સાચું છે.
બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
બંને સાચાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પડતર હિસાબી પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

કંપનીમાં કર્મચારી ભરતીની પધ્ધતિઓ નક્કી કરવી.
વિવિધ પરિસ્થિતિમાં પડતરની વિવિધ તકનીકો અને પધ્ધતિઓનો ઉપયોગ કરી પડતરની ખાતરી કરવામાં આવે છે.
માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના પ્રમાણો સ્થાપિત કરી, કાર્યક્ષમતા નિશ્ચિત કરી અને અંકુશ રાખવો.
વિવિધ સંજોગોમાં વેચાણકિમત નક્કી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય નાણાંકીય કોર્પોરેશન (IFC) નો ઉદ્દેશ નથી ?

OECD દેશો માટે ભંડોળ ઊભાં કરવા
ઉત્પાદકીય ખાનગી સાહસોમાં રોકાણ
ખાનગી મૂડીને ઉત્પાદકીય રોકાણ – ઘરેલું અને વિદેશી – માં મદદરૂપ થવા ઉત્તેજક તરીકે.
રોકાણની તકો, ખાનગી મૂડી અને અનુભવી સંચાલનને સાથે લાવવા માટે ક્લીયરીંગ હાઉસની સેવા તરીકે કાર્ય કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં ઈન્ટરનેટ પરના વેપારની શરૂઆત 2000 માં થઈ ઈન્ટરનેટ વેપારના સંબંધિત નીચેની માહિતી વાંચો અને સાચો જવાબ આપો.
(I) ઈન્ટરનેટ વેપારની શરૂઆત કરવા માટે રોકાણકારે ઓનલાઈન સેવા પૂરી પાડતા દલાલને ત્યાં નોંધણી કરાવવી પડે છે.
(II) દલાલ ગ્રાહકને ઓનલાઈન સેવા માટેનું પ્લેટફોર્મ આપે છે પરંતુ તેના જોખમની જવાબદારી લેતો નથી.
(III) ઈન્ટરનેટ વેપાર માટે દલાલને ત્યાં બેંકખાતું કે ડિમેટખાતુ ખોલાવવું ફરજિયાત છે.
(IV) એપ્રિલ 2000 માં બજારમાં તેજી હતી અને 79 સભ્યોએ ઈન્ટરનેટ વેપારની પરવાનગી મેળવી હતી.

માત્ર (III) સાચું છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સિવાય બધાં જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વાઉચર ગુમ થઈ શકે છે કારણ કે –
(I) દસ્તાવેજનું ખોટું અને બેદરકારી ભર્યું ફાઈલીંગ.
(II) અજાણતા વૈધાનિક જરૂરિયાત પ્રત્યે બિનજાગૃતિ.
(III) વ્યક્તિ દ્વારા હેતુપૂર્વક નાણાની ઉચાપત છુપાવવા.

આપેલ તમામ
માત્ર (I) અને (II)
માત્ર (II) અને (III)
માત્ર (I) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP