'ભવાઈ' શબ્દમાં 'ભાવ' એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; 'આઈ' એટલે માતા. જગતની માતા (જગદંબા) એટલે કે અંબાજી ની ભક્તિને કેન્દ્રમાં રાખીને નાટક ભજવવામાં આવે છે.
ભવાઈમાં બધા પાત્રો પુરુષો ધ્વારા જ ભજવવામાં આવે છે જેમાં સ્ત્રી પાત્રો પણ પુરુષો જ ભજવે છે. તેમાં પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષાશૈલી, અને સ્થાનિક કથાવસ્તુ પર ધ્યાન આપવામાં આવે છે.
ભવાઈમાં મુખ્યત્વે ભૂંગળ, તાબિશ, ઝાંઝ, ઢોલક, મંજીરાં અને સારંગી વગેરે વાજિંત્રો વપરાય છે. ભવાઈ મોટેભાગે ખુલ્લા મેદાનમાં અથવા નાના ચોક જેવી જાહેર જગ્યાએ ભજવવામાં આવે છે.
ભવાઈની મંડળીના કલાકારોના પ્રમુખને "નાયક" તરીકે ઓળખવામાં આવે છે.
ભવાઈના મુખ્ય પાત્રને "રંગલો" કહેવામાં આવે છે.