⅛ ના ટકા = ⅛ × 100% = 12.5% સમજણ કોઈ સંખ્યાના ટકા શોધવા હોય તો તેને 100% વડે ગુણવા.
ટકાવારી (Percentage)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% ૨કમના પુસ્તકો અને 25% ૨કમની નોટબુક, કંપાસ તેમજ 10% ૨કમની સ્કુલબેગ ખ૨ીદી અને તેણે બાકી વધેલી રકમ રૂા. 1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી ૨કમ આપી ?
ટકાવારી (Percentage)
42 માં એક રકમના 40 ટકા ઉમેરવામાં આવે છે, આમ કરવાથી જે સરવાળો આવે છે તે, જે રકમના 40 ટકા ઉમેરવામાં આવ્યા છે તે રકમ જેટલો થાય છે, તો તે રકમ કઈ હશે ?
60% → 42 100% → (?) 100/60 × 42 = 70 સમજણ અહીં રકમના 40% ઉમેરતા તેજ રકમ મળે છે. એટલે કે 42 તે રમના 60% છે.
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?
પાસ થવા જરૂરી ગુણ = 140 + 40 = 180 પાસ થવા જરૂરી 30% ગુણ 30% → 180 100 → (?) 100/30 × 180 = 600 ગુણ સમજણ વિદ્યાર્થી 140 ગુલ મેળવ્યા છતાં 40 ગુણથી નપાસ થાય છે. તેથી જો 140 થી 40 ગુણ વધુ મેળવે તો પાસ થાય.
ટકાવારી (Percentage)
એક શાળાના 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તેમાંથી 5% ને Aગ્રેડ મળ્યો, 25% ને B+, 35% ને B અને 15% ને C ગ્રેડ મળ્યો, તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થી નાપાસ થયા ?
5% + 25% + 35% + 15% = 80% નાપાસ વિદ્યાર્થીઓ = 100% - 80% = 20% નાપાસ થનાર વિદ્યાર્થીઓ 60 X 20/100 = 12 સમજણ અહીં 80% વિદ્યાર્થીઓને ગ્રેડ મળતા તેઓ પાસ થયા છે.
ટકાવારી (Percentage)
શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ?