વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
શું કાનજીભાઈ આવશે ?

શું કાનજીભાઈ માટે આવશે
શું કાનજીભાઈથી અવાશે ?
કાનજીભાઈ જરૂર આવશે
શું કાનજીભાઈથી અવાયું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'કાશીમા કાબરી પાછળ દોડ્યા' આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો.

કાશીમાથી કાબરી પાછળ દોડાયું.
એક પણ વિધાન સાચું નથી.
કાશીમાં દોડ્યા અને કાબરી દોડી.
કાશીમાથી કાબરી પાછળ દોડાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
કાનજીભાઈ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ.

કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે.
કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી.
કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે.
કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો.

હું આશીર્વાદ આપું છું
હું આશીર્વાદ આપીશ
મારાથી આશીર્વાદ આપવામાં આવશે
મારાથી આશીર્વાદ અપાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
મેં હાથમાં ધોકેણું લીધું.

મારાથી હાથમાં ધોકેણું લેવાયું.
મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું.
મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે.
મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઈશ્વર પાપની સજા કરતો હતો.

ઈશ્વરથી પાપની સજા કરાઈ.
ઈશ્વરથી પાપની સજા કરાતી હતી.
ઈશ્વર પાપની સજા કરાવે છે.
ઈશ્વરથી પાપની સજા કરાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP