GPSC PI Prelim Exam Paper 03 January 2021
સમગ્ર ભારત જથ્થાબંધ ભાવસૂચક આંક (WPI)બાબતે નીચેના પૈકી કયું /ક્યા વિધાન /વિધાનો સાચું/ સાચાં છે ? i. સમગ્ર ભારત WPI માટે પાયાનું વર્ષ 2004-05 થી બદલીને 2011-12 કરવામાં આવ્યું છે. ii. સુધારેલી શ્રેણીઓમાં WPI બે મુખ્ય જૂથોનું બનેલું રહેશે- પ્રાથમિક ચીજવસ્તુઓને અને ઉત્પાદિત બનાવટો. iii. WPI ની નવી શ્રેણીઓમાં સંકલન માટે ઉપયોગમાં લેવામાં આવેલી કિંમતો પરોક્ષ કરવેરાઓનો સમાવેશ કરતી નથી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા. ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા. iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું. iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. ધોરણ 7, 8 અને 9માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે ?