અધિનિયમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની સ્ત્રીઓ માટેની અનામત બેઠકોને બાદ કરતાં 1/3 થી ઓછી નહીં એટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરી.
રાજ્યની ધારાસભા વોર્ડ સમિતિઓની રચના અને સ્થાનિક વિસ્તાર બાબતે જોગવાઈ કરી શકશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પાક પધ્ધતિઓ (Cropping Patterns) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. મિશ્ર પાક પધ્ધતિ (Mixed Cropping Pattern) એટલે કોઈપણ જાતની નિશ્ચિત કતાર ગોઠવણી વગર એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ પાક ઉગાડવો. 2. આંતરપાક પધ્ધતિ (Inter Cropping Pattern) એટલે 2 થી 3 મહીના વિરામ બાદ એ જ ખેતરમાં બે કે તેથી વધુ પાક ઉગાડવા. 3. ક્રમ પાક પધ્ધતિ (Sequence Cropping Pattern) એટલે અગાઉના પાકની લણણી (harvesting) થાય તે પહેલા અન્ય પાકના બીજ રોપવામાં આવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કર-મહેસૂલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કર સરકારી પ્રવૃત્તિઓને ભંડોળ પુરૂ પાડવા માટે વ્યક્તિઓ અને કોર્પોરેશનો પાસેથી વસુલાતી સ્વૈચ્છિક ફી છે. 2. કુલ ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) ટકાવારી તરીકે કુલ કર મહેસૂલ સરકાર દ્વારા કરવેરાઓ મારફતે ઉઘરાવવાનો દેશના ઉત્પાદનનો હિસ્સો સૂચવે છે. ૩. કર-મહેસૂલ આવકવેરો, કોર્પોરેશન વેરો, સીમા શુલ્ક, સંપત્તિ વેરો, જમીન મહેસૂલ ઉપર વેરો વિગેરેના ઉઘરાણાનો સમાવેશ કરે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ વચ્ચે થયેલ સંધિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સેલ્યુકસે કાબુલ, કંદહાર, હેરાત અને બલૂચિસ્તાનના પ્રદેશ ચંદ્રગુપ્તને સુપ્રત કર્યા. 2. સેલ્યુકસે પોતાની પુત્રી ચંદ્રગુપ્ત સાથે પરણાવી મૌર્ય સમ્રાટ સાથે લગ્નસંબંધ બાંધ્યો. 3. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્ર અને કચ્છનો પ્રદેશ સેલ્યુકસને સુપ્રત કર્યો.