GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. પણ ચકાસણી બાદ માલૂમ પડ્યું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય છે. આથી સુધારા બાદ, નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. જો ધોરણ 6 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો ધોરણ 6, 7 અને 8 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના કેટલા ટકા છે ?