GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
9 અને 10 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા ભેગા હશે ?

9 કલાક 48 5/12 મિનિટે
9 કલાક 49 1/12 મિનિટે
9 કલાક 48 1/12 મિનિટે
9 કલાક 49 1/11 મિનિટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તબીબી ક્ષેત્રમાં ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ (ECG) કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ECG હૃદય રોગના ભૂતકાળના હુમલાઓના પુરાવાઓ અને નિદાન થયું ના હોય એવો કોઈપણ હૃદયરોગને શોધી શકે છે.
2. ECG હૃદયના ખંડોની દિવાલોની જાડાઈ ચકાસી શકતું નથી.
3. કસરત (Exercise) ECG તણાવ અથવા કસરત દરમિયાન હૃદયની ઈલેક્ટ્રીકલ પ્રવૃત્તિનું પરીક્ષણ કરવા વપરાય છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહીનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે.
2. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતાં નથી.
3. બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સ્વદેશી રીતે વિક્સાવેલા એડવાન્સડ લાઈટ ટોરપેડો (Advanced Light Torpedo) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન (Shyena) ભારતીય નૌકાદળમાં 2012 માં જ દાખલ કરવામાં આવ્યું.
2. તાજેતરમાં પ્રથમ ઉડ્ડયન પરીક્ષણો સફળતાપૂર્વક પેટ્રોલ હવાઈજહાજ ઈલ્યુશીન (Ilyushin) IL-38 માં થી કરવામાં આવ્યાં.
3. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન 190 કિ.મી. અવધિની ક્ષમતા ધરાવે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો.
2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી.
3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયાં વિટામીન B-12ની ઉણપના લક્ષણો છે ?
1. ન્યુરોલોજીકલ લક્ષણો સંવેદનાત્મક અથવા મોટરની (motor) ઉણપનો સમાવેશ કરે છે.
2. હતાશા અને ચિત્તભ્રમ (dementia) મિથીઓનાઈનના ઓછા ઉત્પાદનને લીધે થતી ઉણપ છે.
3. જઠરાંત્રિય (Gastrointestinal) લક્ષણો કબજિયાત અને હળવા ઝાડા જેવા આંતરડાની ગતિમાં (bowel motility) ફેરફારોનો સમાવેશ કરે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP