ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં ‘અ’ ને 'બ' કરતાં 9 માર્ક વધારે મળે છે અને તેને મળેલ માર્ક ‘અ’ અને 'બ’ ના માર્કના સરવાળાનાં 56% થાય છે. આ સંજોગોમાં બંનેને કેટલા માર્ક મળેલ હશે ?
અ = x+9 બ = x કુલ માર્ક = x+9+x = 2x+9 x+9 = (2x+9) × 56/100 x+9 = (2x+9) × 14/25 25x + 225 = 28x + 126 28x - 25x = 225 - 126 3x = 99 x = 33 આમ 'બ' ને 33 માર્ક અને 'અ' ને 33+9 = 42 માર્ક મળે.
ટકાવારી (Percentage)
એક મોટરસાયકલની કિંમત છેલ્લા 4 વર્ષથી સતત એક જ ટકાવારીના દરે ઘટી રહી છે. જો ચાર વર્ષ પહેલાં આ મોટરસાઈકલની કિંમત રૂ. 1,50,000 હતી અને અત્યારે તેની કિંમત રૂ. 98,415 છે, તો ઘટાડાનો ટકાવારી દર શોધો.
ટકાવારી (Percentage)
બે વિષયોની એક પરીક્ષામાં બેઠેલાં 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલાં વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે ?