GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક બાઈકની કિંમત રૂ. 96,000 છે. તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમૂલ્યન થાય છે અને ત્યારપછીના દરેક વર્ષની શરૂઆતની કિંમતના 20% જેટલું અવમૂલ્યન થાય છે. તો બાઈકની ત્રણ વર્ષ પછીની કિંમત કેટલી થશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતાં ? I. વિઠ્ઠલસ્વામી મંદિર II. હજારા રામાસ્વામી મંદિર III. શ્રી રંગનાથ મંદિર IV. કૈલાશનાથ મંદિર
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. 2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે. 3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતમાં ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે હર્ષને "પાંચ ઈન્ડિઝનો માલિક" કહ્યો છે જેમાં ___ નો સમાવેશ થાય છે. I. બંગાળ II. મગધ III. સિંધ IV. કાશ્મિર