સમય અને કામ (Time and Work)
A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ?
A 20 દિવસમાં પુરું કામ કરે છે. જો તે 10 દિવસ કામ કરે તો તેણે અડધુ કામ કર્યું હશે. તો બાકીનું અડધું કામ B કરશે.
B પુરું કામ 10 દિવસમાં કરી શકે તો બાકીનું અડધું કામ = 10/2 = 5 દિવસમાં કરે.
કુલ દિવસ = 10 + 5 = 15
સમય અને કામ (Time and Work)
3000 શોપીસ બનાવતા સુરેખાને 100 દિવસ અને ગીતાને 150 દિવસ લાગે છે. તો બંનેના સંયુક્ત કામનો દર કેટલા શોપીસ/દિવસ થાય ?
સુરેખાનું પ્રતિ દિવસ કામ = 3000/100 = 30 શોપીસ
ગીતાનું પ્રતિ દિવસમાં કામ = 3000/150 = 20 શોપીસ
બંનેનું પ્રતિ દિવસ કામ = 30 + 20 = 50 શોપીસ
સમય અને કામ (Time and Work)
એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે. તો બન્નેને ભેગા મળી ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે ?
1/16 + 1/8 = 1+2 / 16 = 3/16
તો બંને ભેગા મળી એક ખાડો 16/3 દિવસમાં ખોદી શકે.
ત્રણ ખાડા ખોદવા માટે લાગતો સમય = 16/3 × 3 = 16 દિવસ
સમય અને કામ (Time and Work)
A એક કામ 12 દિવસમાં પુરુ કરે અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. 4 દિવસ કામ કર્યા બાદ A કામ છોડી દે છે. બાકીનું કામ એકલો B પૂરું કરે છે. Aને મહેનતાણા પેટે 1,500 રૂ. મળ્યા હોય તો B ને કેટલું મહેનતાણું મળે ?
સમય અને કામ (Time and Work)
અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. જો 'અ' એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે, તો 'બ' આ કામ કેટલા દિવસમાં પૂર્ણ ક૨શે ?