GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો. a. સુરેશ્વર દેસાઈ હવેલી b. શાંતિદાસ દેસાઈ હવેલી c. ભિખારીદાસ હવેલી d. મેહરજી રાણી મેન્શન i. સુરત ii. ભરૂચ iii. અમદાવાદ iv. વડોદરા
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. ધોરણ 8 માં છોકરાઓની સંખ્યા અને ધોરણ 7માં છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. શ્રી બી એન રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હકોની ભલામણ કરી હતી ન્યાયપાત્ર અને બિનન્યાયપાત્ર. 2. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. 3. મિનરવા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હક્કો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ ગેરબંધારણીય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય રૂપિયો સંપૂર્ણપણે ___ રૂપાંતરિત છે ? i. ચાલુ ખાતાની ચૂકવણીઓના સંતુલન (balance of payments) અન્વયે ii. મૂડી ખાતાની ચુકવણીઓના સંતુલન (balance of payments) અન્વયે iii. સોનામાં
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલીમેન્ટરી લેવલ (NPEGEL) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તે સૂક્ષ્મ (Micro) સ્તરે મુદ્દાઓ ધ્યાનમાં લે છે. ii. તેનું અમલીકરણ શૈક્ષણિક રીતે પછાત બ્લોકસમાં થાય છે. iii. તે શાળાઓમાં કન્યાઓની જરૂરિયાતો ધ્યાનમાં લે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય ક્ષેત્રો (Union Territories) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એ સંઘરાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા. 2. 1961 વર્ષમાં ચંદીગઢ એ સંઘરાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું. 3. મણિપુર અને ત્રિપુરા એ સંઘ રાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા.