GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચે આપેલી આકૃતિમાં, સમદ્વિબાજુ ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ 72 ચો સેમી, BE = AB અને AB = 2 AD, AE || DC છે, તો સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું હશે ?

144 ચો સેમી
આપેલ પૈકી એક પણ નહીં
136 ચો સેમી
154 ચો સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે "આંધ્ર ભોજ" તરીકે જાણીતા હતા.

ફક્ત III
ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : સંસદ સંદર્ભે રાષ્ટ્રપતિએ બંધારણ હેઠળ કેટલાક બીજા કાર્યો કરવાના હોય છે.
તારણો :
I. રાષ્ટ્રપતિ સંસદના મોટા ભાગના કાર્યો કરે છે.
II. રાષ્ટ્રપતિ માત્ર સંસદના સંદર્ભમાં જ કાર્યો કરે છે.

જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. કેખુશરો કાબરાજી
II. વાઘજીભાઈ આશારામ ઓઝા
III. ડાહ્યાભાઈ ધોળશાજી
IV. જયશંકર 'સુંદરી'
a. મુંબઈ ગુજરાતી નાટક મંડળી
b. શ્રી દેશી નાટક સમાજ
c. વિક્ટોરિયા નાટક મંડળી
d. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી

I-c, II-d, III-b, IV-a
I-c, II-b, III-a, IV-d
I-a, II-c, III-b, IV-d
I-a, II-b, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે.
2. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે.
3. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે.
4. દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP