GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બેંકોના રાષ્ટ્રીયકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વર્ષ 1969 માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 2. 1980 માં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 3. હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહીત 12 જાહેર ક્ષેત્રની બેંકો છે. 4. તાજેતરમાં એકીકરણો (mergers) થયા બાદ બેંક ઓફ બરોડા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નોન પરફોર્મીંગ એસેટ્સ (Non-Performing Assets) (NPAs) બાબતે નીચેના પૈકી કયા યોગ્ય રીતે જોડાયેલા છે ? 1. સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ (Substandard Assets) - જ્યારે NPAs ની વય 12 વર્ષ કે તેથી ઓછી થયેલી હોવી જોઈએ. 2. ડાઉટફુલ એસેટ્સ (Doubtful Assets) - જ્યારે NPAs ની વય 12 વર્ષથી વધુ થયેલી હોય. 3. લોસ એસેટ્સ (Loss Assets) - જ્યારે બેંકે લોસ (Loss) ને નિશ્ચિત કરી લીધું હોય પરંતુ તેને બંધ લેખિત (Written off) કરેલું ના હોય. 4. સ્ટ્રેસ્ડ એસેટ્સ (Stressed Assets) - NPAs+પુનર્ગઠીત લોન (Restructured loans) + બંધ લેખિત એસેટ્સ (Written off assets)
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે. Q અને P વચ્ચે કયો સંબંધ છે ?
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ડેરિવેટિવ્ઝ (Derivatives) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ડેરિવેટિવ એક નાણાકીય સાધન (financial instrument) છે કે જેનું મૂલ્ય એક કે તેથી વધારે અંતર્ગત એસેટ્સ (underlying assets) અથવા જામીનગીરીઓ (securities) માંથી તારવવામાં (derived) આવે છે. 2. આ અંતર્ગત એસેટ્સ શેર (shares), બોન્ડ (bonds) અને ચલણ (currencies) અને સોના, ચાંદી વિગેરે જેવી ચીજવસ્તુઓ (commodities) હોઈ શકે છે. 3. SEBI રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમન થતા હોય એવાં ડેરિવેટિવ્ઝનું નિયમન કરી શકતું નથી.