GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘X’, રહીશ ને તેમણે તા. 01-04-2018 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 31-03-2021 ના રોજ રૂા. 4,50,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 4 લાખ છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 1,25,000 છે. શ્રીમાન 'Z', રહીશને તેમણે તા. 01-10-2012 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 01-10-2020 ના રોજ રૂા. 95,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 90,000 છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 10,000 છે. આવકવેરા ધારા અનુસાર કર કપાત કરવા અંગે આપનો અભિપ્રાય આપો.
શ્રીમાન 'X’ અને શ્રીમાન ‘Z' ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન 'X'ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન ‘Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન ‘X’ અને શ્રીમાન 'Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની કોઈ જરૂરિયાત જણાતી નથી.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂલ્ય અને કિંમત વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? વિધાનોની નીચે આપેલ વિકલ્પમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો. I. મૂલ્ય એ સાપેક્ષ અને કિંમત એ નિરપેક્ષ ખ્યાલ છે II. બધી જ ચીજ વસ્તુઓના મૂલ્યો એક જ સમયે વધી અને ઘટી શકે છે III. એક જ સમયે બધી જ ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો અને ઘટાડો થઈ શકતો નથી IV. મૂલ્ય નો ખ્યાલ સાટા પદ્ધતિ સાથે સુસંગત છે જ્યારે કિંમત નો ખ્યાલ નાણાકીય પદ્ધતિ સાથે સુસંગત છે
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે. વિધાનોની નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો I. પુરવઠા રેખા પરની ગતિ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સૂચવે છે II. પુરવઠા રેખાની ગતિ પુરવઠામાં વધારો અથવા ઘટાડો સૂચવે છે. III. જો પુરવઠાની રેખા જમણી તરફ ગતિ કરે તો તે પુરવઠામાં ઘટાડો સૂચવે છે IV. પુરવઠાની રેખા પર ઉપરની તરફની ગતિ પુરવઠાના જથ્થામાં ઘટાડો સૂચવે છે