GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે "આંધ્ર ભોજ" તરીકે જાણીતા હતા.

ફક્ત I અને II
ફક્ત III
ફક્ત I
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. તેમણે રંગભૂમિમાં અર્વાચીનતાના લક્ષણો ઉમેર્યા.
II. તેમણે નાટકોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય આપ્યું.
III. પરંપરિત નાટકોમાં આઠથી દશ દ્રશ્યોની પ્રથા દૂર કરી એક જ સેટ પર નાટય ભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના કરી.

ફક્ત II અને III
I, II અને III
ફક્ત I અને II
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુપ્ત કાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ / કૃતિઓ નથી ?
I. ચારૂદત્તા
II. બાલચરિત્ર
III. રાવણવધ

ફક્ત III
ફક્ત II
ફક્ત I અને II
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય.
2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય.
3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય.
4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP