GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) કંપનીધારો 2013 ની કલમ 2 (43) મુજબ, “મુક્ત અનામતો” એટલે કંપનીના તાજેતરના ઑડિટ થયેલ પાકા સરવૈયામાં ડિવિડન્ડની વહેંચણી માટે ઉપલબ્ધ અનામતો.
(II) કંપની પોતાના શૅર કોઈપણ વ્યક્તિ પાસેથી શૅરબજારમાં નોંધાયેલ કે નહી નોંધાયેલ વાટાઘાટોના સોદા દ્વારા બાયબેક કરી શકે નહીં.

(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) સૌપ્રથમ કેઈન્સે આર્થિક ક્ષેત્રમાં રાજ્ય હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંતુલિત અંદાજપત્રની હિમાયત કરી.
(II) કેઈન્સ પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સક્ષમ નાણાંકીય સિધ્ધાંતમાં માનતા કે જેમાં નાના અને અસંતુલિત અંદાજપત્રનો વિચાર પણ ધ્યાનમાં લેવામાં આવતો.
(III) કેઈન્સ બાદ, એ.પી. લર્નરે કાર્યલક્ષી નાણાંનો ખ્યાલ, આધુનિક અંદાજપત્રીય નીતિને આપ્યો.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (III) સાચું છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પડતર હિસાબી પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

વિવિધ સંજોગોમાં વેચાણકિમત નક્કી કરવી.
કંપનીમાં કર્મચારી ભરતીની પધ્ધતિઓ નક્કી કરવી.
માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના પ્રમાણો સ્થાપિત કરી, કાર્યક્ષમતા નિશ્ચિત કરી અને અંકુશ રાખવો.
વિવિધ પરિસ્થિતિમાં પડતરની વિવિધ તકનીકો અને પધ્ધતિઓનો ઉપયોગ કરી પડતરની ખાતરી કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અંદાજપત્રીય પ્રક્રિયા દર્શાવેલ છે ?

અનુચ્છેદ 114 અને 119
અનુચ્છેદ 115 અને 120
અનુચ્છેદ 113 અને 118
અનુચ્છેદ 112 અને 117

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે :
(I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી.
(II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.

(I) અને (II) બંને
(I) અને (II) બંને નહીં
માત્ર (I)
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી બંધારણની જોગવાઈની કઈ કલમ દર્શાવે છે “સરકારની બધી જ આવકો અને રસીદો 'એકત્રિત ભંડોળ' માં જાય છે અને આ ભંડોળમાંથી નાણાંનો ઉપાડ માત્ર સંસદમાં પસાર થયેલ કાયદાના આધારે જ થાય છે."

અનુચ્છેદ 466
અનુચ્છેદ 236
અનુચ્છેદ 262
અનુચ્છેદ 266

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP