GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે.
તારણો :
I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે.
II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે.

જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ABCD એક સમલંબ ચતુષ્કોણ છે, જેમાં AB || CD, AD ⊥ DC, AB = 20 cm, BC = 13 cm અને DC = 25 cm છે. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે ?

270 cm²
354 cm²
232 cm²
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રીટ (Writs) જારી કરવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં
આપેલ પૈકી એક પણ નહીં
ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં
જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે ?

લક્ષ્મી
સાવિત્રી
અગ્નિ
મારૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
આપેલી બોક્સની ગોઠવણીમાં લીલા રંગના બોક્સની સ્થિતિ કઈ છે ?

નીચેથી બીજું
ઉપરથી ચોથું
આપેલ પૈકી એક પણ નહીં
ઉપરથી પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા નીચેના પૈકી કયા અભિનેતાએ "અભિનયપંથે" નામની આત્મકથા લખી છે ?

પ્રભાશંકર "રમણી"
અમૃત કેશવ નાયક
અમૃત જાની
જયશંકર "સુંદરી"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP