GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈન્ડીયન સાઈન લેન્ગ્વેજ ડિક્ષનરીની ત્રીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરશે. II. નવી આવૃત્તિ રોજીંદા વપરાશના 10,000 શબ્દોનું બનેલું હશે. III. તે શૈક્ષણિક, કાયદાકીય, મેડીકલ, ટેકનીકલ, વહીવટી અને કૃષિ લગતા શબ્દોનો પણ તેની અંદર સમાવેશ કરશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
RDX વિશેની નીચેના પૈકી કયું / ક્યાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ? 1. RDX એ Royal Demolition eXplosive and Research Depurtment eXplonive માટે વપરાય છે 2. તે સાયક્લોનાઈટ અથવા હેક્સોગન તરીકે પણ ઓળખાય છે. 3. RDX નું રાસાયણિક નામ 1,3,5-ટ્રાઈનાટ્રો - 1,3,5-ટ્રાયએઝાઈન છે. તે સફેદ પાવડર છે અને તે અત્યંત વિસ્ફોટક છે.