GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
દક્ષિણ ભારતમાં તાજેતરમાં દાવાનળ વધવાના નીચેના પૈકી કયા કારણો છે ?
i. જંગલોને ઇરાદાપૂર્વક સળગાવવા
ii. જ્વલનશીલ પાઈન નીડલ્સ (સોયની અણી જેવા પાન)
iii. વૃક્ષોનું મોસમી ચક્ર

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.
ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.
iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે.
ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે.
iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં
i, ii અને iii

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મોબાઈલ નંબર પોર્ટેબીલીટીના નવા નિયમો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. TRAI એ સેવા ક્ષેત્રમાં પોર્ટ સુવિધા 3 દિવસ સુધીમાં સૂચિત કરેલ છે.
ii. સેવાક્ષેત્રથી પોર્ટ આઉટ થવા માટે 15 દિવસનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
iii. યુનિક પોર્ટીંગ કોડ (UPC) ની માન્યતા અગાઉ એક પખવાડીયાની હતી તે ઘટાડીને 4 દિવસની કરવામાં આવી છે.
iv. તે જમ્મુ અને કાશ્મીર (J & K) તથા આસામ અને ઉત્તરપૂર્વ સિવાયના તમામ સર્કલો (ક્ષેત્રો)માં લાગુ પડશે.

ફક્ત i, ii અને iii
ફક્ત i, iii અને iv
ફક્ત ii અને iii
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ (Startup) ગુજરાત પહેલ (initiative) અંતર્ગત આપવામાં આવતી સહાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. નવપ્રવર્તકને (Innovator) એક વર્ષ માટે પ્રતિમાસ રૂા. 10,000/- નિર્વાહ ભથ્થું
ii. માર્ગદર્શક સેવાઓ માટે જે તે સંસ્થાને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની સહાય.
iii. પહેલ (Innovative) પ્રક્રિયા માટે જરૂરી કાચો માલ/સાધનો અને અન્ય સંલગ્ન ઉપકરણોના ખર્ચ પેટે રૂા. 10 લાખ સુધીની સહાય.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બહુ-પરિમાણીય ગરીબી સૂચકાંક (Multi-dimensional Poverty Index)ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયા સૂચકનો પણ ઉપયોગ કરવામાં આવે છે ?

ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા
ટેલીફોનની ઉપલબ્ધતા
માતૃ મૃત્યુ દર
વીજળીની ઉપલબ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP