GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેંક ના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. બેંકો નોટો છાપી અને બહાર પાડી શકતી નથી, પરંતુ તેઓ શાખ સર્જી શકે છે
II. થાપણને ધિરાણમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે છે.
III. વેપારી બેંકો દ્વારા શાખસર્જન અનિશ્ચિત સમય માટે ચાલુ રહે છે.
IV. રોકડ અનામત પ્રમાણમાં વધારો બેન્કો દ્વારા થતાં શાખ સર્જનને ઘટાડે છે.

I, II અને IV
II, III અને IV
II અને IV
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઉત્પાદકીય તેમજ બિન ઉત્પાદકીય હેતુઓ માટે જાહેર ક્ષેત્રના સાહસોને લોન પ્રદાન કરે છે.
II. વિશ્વ બેંક જૂથ પાંચ સંસ્થાઓ સમાવે છે.
III. ભારત પુનઃ નિર્માણ અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેન્ક (IBRD) ના સ્થાપક સભ્યોમાંથી એક છે. ભારતને આ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડમાં કાયમી સ્થાન ફાળવવામાં આવ્યું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો

બધા વિધાનો સાચા છે.
બધા વિધાનો ખોટા છે.
વિધાન (I) ખોટું છે અને વિધાનો (II) અને (III) સાચા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિવૃતિની જાહેર સૂચના ___ અવશ્ય આપવી જોઈએ.

નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા
માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું રાખી મૂકેલ કમાણીની પડતરની ગણતરી કરવાનું સુત્ર છે ? જ્યાં, Kr = રાખી મુકેલ કમાણીની પડતર, D = શેરદીઠ ડીવીડન્ડ, P = શેરદીઠ ચોખ્ખી આવક, g = ડીવીડન્ડ વૃદ્ધિ દર, Kd = દેવાની પડતર, Ke = ઇક્વિટી શેરમૂડીની પડતર, T = શેરધારકોને લાગુ પડતો સીમાંત કર દર, C = કમિશન અને દલાલી ખર્ચ ટકાવારીમાં

Kr = Kd (1-T) (1-C)
Kr = D / P + g
Kr = Kd (1-T-C)
Kr = Ke (1-T) (1-C)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ?

રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે.
આપેલ તમામ
ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે.
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના જોડકા જોડો.
યાદી I
i. પડતર હિસાબી પદ્ધતિ
ii. ભંડોળ પ્રવાહ પત્રક
iii. રોકડ પ્રવાહ પત્રક
iv. ગુણોત્તર વિશ્લેષણ
યાદી II
1. કાર્યશીલ મૂડીમાં ફેરફાર
2. તે ઉત્પાદન, વેચાણ અને વિતરણની કિંમત સંબંધિત છે
3. નાણાકીય વિશ્લેષણની મહત્વની પદ્ધતિ છે.
4. રોકડ અને રોકડ સમકક્ષ
નીચે આપેલા વિકલ્પ માંથી સાચો જવાબ પસંદ કરોઃ

i - 4, ii - 3, iii - 2, iv - 1
i - 3, ii - 4, iii - 2, iv - 1
i - 4, ii - 3, iii - 1, iv - 2
i - 2, ii - 1, iii - 4, iv - 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP