GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથી
II. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ.
III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે.
IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.

II અને III
I અને III
I અને IV
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) સંબંધિત નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એ વિશ્વ બેંક જૂથના 'સોફ્ટ લોન વિન્ડો’ તરીકે ઓળખાય છે.
II. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન ગરીબ દેશોને વ્યાજ મુક્ત લોન આપીને ગરીબી ઘટાડવામાં મદદ કરે છે.
III. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એવા દેશોને અનુદાન પૂરું પાડે છે કે જે ગંભીર દેવાની સમસ્યાચી પીડાય છે
નીચે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પની પસંદગી કરો.

વિધાન (I) ખોટું છે અને વિધાન (II) અને (III) સાચા છે.
આપેલા બધા વિધાનો સાચા છે.
ફક્ત વિધાન (III) સાચું છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના નિયમો અનુસાર કૃષિ ક્ષેત્રની તમામ સબસીડી જે વ્યાપારને અવરોધી શકે છે. તેનું વર્ગીકરણ કયા બોક્ષમાં કરવામાં આવે છે ?

આસમાની (Amber)
કાળા
લીલા
વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

i, iv અને v
i, iii, iv અને v
ii, iii અને iv
i, ii, iv અને v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે.
આપેલ પૈકી એક પણ નહીં
ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે.
સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP