GPSC PI Prelim Exam Paper 03 January 2021
ICMR દ્વારા દેશના નાગરિકોની ખોરાક વિશેની ટેવો અંગેના અહેવાલ પ્રકાશિત કરવા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ? 1. આ અભ્યાસ અનુસાર ચરબીનો વપરાશ શાકાહારીઓ એ માંસાહારીઓ કરતાં વધુ કરે છે. 2. ભારતના મહાનગરોમાં વર્ધીત ચરબી (Added fat) ના વપરાશમાં દિલ્હી અને અમદાવાદ યાદીમાં અગ્રતા ક્રમે છે. 3. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે વર્ધીત ચરબી (Added fat) એ 13 થી 30 વર્ષની વયજૂથના લોકો સૌથી વધુ માત્રામાં લે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. શ્રી બી એન રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હકોની ભલામણ કરી હતી ન્યાયપાત્ર અને બિનન્યાયપાત્ર. 2. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. 3. મિનરવા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હક્કો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ ગેરબંધારણીય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી. 2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. 3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં. 4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં EWS હેઠળના અનામત માંથી બાકાત રાખવાની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ ખેતીની જમીન ધરાવતા હોય. 2. 1000 ચો. ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોય 3. નોટિફાઇડ નગર પાલિકામાં 100 ચો.યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય. 4. નોટિફાઇડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200ચો. યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય