GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈકોનોમીક્સ એન્ડ પીસ (IEP) એ તાજેતરમાં '2019 વૈશ્વિક આતંકવાદ સૂચકાંક : આતંકવાદની અસરોનું માપન' (2019 Global Terrorism Index: Measuring the impact of Terrorism) બહાર પાડેલ છે. આ સૂચકાંક પ્રમાણે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં વર્ષ 2018 માં ભારત સાતમા ક્રમે આવેલ હતું. આ યાદીમાં ટોચના ક્રમે આવનાર દેશ ___ હતો.

લીબીયા
સીરિયા
અફઘાનિસ્તાન
ઈરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાહકના અવરોધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. તે વાહકની લંબાઈ પર સીધો આધાર રાખે છે.
ii. તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
iii. તે વાહકના પદાર્થ પર આધાર રાખે છે.

ફક્ત i અને iii
ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં નીચેના પૈકી કયો દરિયાકાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે ?

કોરોમાંડલનો દરિયાકાંઠો
ગુજરાતનો દરિયાકાંઠો
મલબારનો દરિયાકાંઠો
કોંકણનો દરિયાકાંઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
માનવ વિકાસ અહેવાલ 2019 (Human Development Report-2019) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ અહેવાલ પ્રમાણે 189 દેશોની યાદીમાં ભારત 129મા ક્રમે આવેલ છે.
ii. 2017માં 130 મો ક્રમ ધરાવતું ભારત 1 ક્રમ ઉપર આવેલ છે.
iii. આ યાદીમાં સ્વીડને પુનઃ ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
iv. આ અહેવાલ મુજબ 2005-06 થી 2015-16 સુધીમાં ભારતમાં 27.1 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.

ફક્ત i, ii અને iv
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં ભારતના નીચેના પૈકી કયા શહેરો યુનેસ્કો (UNESCO) સર્જનાત્મક શહેર નેટવર્ક (Creative Cities Network) ના સદસ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

મુંબઈ અને હૈદરાબાદ
અમદાવાદ અને જયપુર
મુંબઈ અને ઈન્દોર
અમદાવાદ અને કોચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ એ 1906 માં “મિત્રમંડળ પુસ્તકાલયો’’ની પ્રવૃત્તિ શરૂ કરીને બે વર્ષમાં આશરે 150 પુસ્તકાલયો સ્થાપ્યાં હતાં.

વિનોબા ભાવે
મૂળશંકર મૂલાણી
મોતીભાઈ અમીન
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP