GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જ્યારે કંપની પોતાની પ્રવૃત્તિને સુસંગત ન હોય તેવા ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા માટે ભારતીય તકનીકી સંસ્થાન (IIT) ને 5 લાખ ચૂકવે, તો આ અંતર્ગત કંપનીએ ચૂકવેલ રકમ માટે કંપનીને કેટલી રકમ મજરે મળશે ?

રૂ।. 7,50,000 (150%)
રૂા. 5,00,000 (100%)
રૂ।. 10,50,000 (175%)
રૂા. 6,25,000 (125%)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે.
નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે.
નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડિબેન્ચર બહાર પાડવાના સંજોગોમાં બાહેંધરી કમિશનનો ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર સહમત થયેલ દર નીચેનામાંથી ___ થી વધારે ના હોવો જોઈએ.

બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે
બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે
અધિકૃત અનુસૂચિ મુજબનો દર
બહાર પાડેલ કિંમતના 2.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
આપેલ પૈકી એક પણ નહીં
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા મોસમી અથવા ચલિત કાર્યશીલ મુડીના સ્ત્રોત નથી ?

જાહેર થાપણો
નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો.
વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર
ધસારાની જોગવાઈઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) સંબંધિત નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એ વિશ્વ બેંક જૂથના 'સોફ્ટ લોન વિન્ડો’ તરીકે ઓળખાય છે.
II. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન ગરીબ દેશોને વ્યાજ મુક્ત લોન આપીને ગરીબી ઘટાડવામાં મદદ કરે છે.
III. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એવા દેશોને અનુદાન પૂરું પાડે છે કે જે ગંભીર દેવાની સમસ્યાચી પીડાય છે
નીચે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પની પસંદગી કરો.

ફક્ત વિધાન (III) સાચું છે.
વિધાન (I) ખોટું છે અને વિધાન (II) અને (III) સાચા છે.
આપેલા બધા વિધાનો સાચા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP